Posts

🇮🇳 ભારતની યશગાથા 🇮🇳

સદીઓ પહેલાં આવ્યા'તા આર્યો, ખેતીને પશુઓ તો પાળ્યા લાવ્યા રાજ ની રીત. ફરીથી આવ્યો વૈદિક યુગ, વર્ણો બન્યા વામણા લાવ્યા કર્મ તે કાંડની રીત. બૌદ્ધ થયા સારનાથ ભોમ, જાનપદી ઉપદેશો આપવા લાવ્યા જીવન જીવવાની રીત. પછીથી આવ્યો ગુપ્ત યુગ, સોને કી ચીડિયા બની આ ભોમકા લાવ્યા વિક્રમાદિત્ય સંવત ની રીત. પછીથી બની તક્ષશિલા, અંધકારમાં જ્ઞાન પુંજ પામવા આપી દુનિયાને ગુરુઓ એ શીખ. એટલા માં આવ્યો ઇસ્લામ, મનેખ ને મનેખથી મારવા તોડી રામરાજ્ય ના પાયાની ઈંટ. પછીથી આવ્યા યુરોપિયનો, સોને કી ચીડિયા ને લુંટવા કર્યા અખંડ ભારતી ના ભાગલા. માં ભારતી નો આતમ અકળાયો, ને ઉતર્યા નવજુવાન કેસરિયા કરવા ખપાવ્યા લીલોતરાં શીશ. રક્તાંચલ કરી પાવન ધરા, હિંસા-અહિંસાના જંગમાં,  ત્યારે ભાળ્યો આજનો ભાણ. હજુ રડી રહી'તી ભારતી, ધર્મ, જાતિની રાજનીતિથી ઉગારવા કામ લાગી ગાંધી-અંબેડકર ની વાણી. આવ્યો અવસર આજ રૂડો, 75મો સ્વાતંત્ર્ય દિન હરખમા ગાય છે "ચંદ્ર" માં ભારતીનુ યશગીત.           🙏જય હિન્દ🙏           - ચંદ્રસિંહ જી.પરમાર               ગામ: સરગુડીી ...